પીજીમાં રહેતા યુવક-યુવતીઓએ હવે બદલવુ પડશે મકાન..


અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પીજી(પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતા યુવાનો માટે ખરાબ સમાચાર આવ્યા છે. બોર્ડ ઓફ નોમિનીઝે રહેણાક સોસાયટીમાં પીજી રાખવા પર મનાઈ હુકમ આપ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરની એક સોસાયટીના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બોર્ડ ઓફ નોમિનીઝે રહેણાંક વિસ્તારોમાં પીજી મનાઈ હુકમ આપ્યો છે. જે મુજબ હવે પીજી કે હોસ્ટેલ જેવી કોમર્શિયલ પ્રવૃતિ રહેણાંક વિસ્તારમાં ન ચલાવી શકાય. હુમકમાં જણાવ્યું કે સોસાયટીની ફરિયાદ હોય તો સભ્યની મનમાની નહીં ચાલે. માહિતી મુજબ વસ્ત્રાપુરની સોસાયટી અને રહીશોના વિવાદની સુનાવણી કરતા બોર્ડ ઓફ નોમિનીઝે આ નિર્ણય આપ્યો છે. બોર્ડ ઓફ નોમિનીઝના આ મનાઈ હુકમથી અન્ય ઠેકાણે પણ હજારો પીજીમાં રહેતા યુવક-યુવતીઓ પ્રભાવિત થઈ શકે છે. બોર્ડ ઓફ નોમિનીઝે હુકમમાં જણાવ્યું કે સોસાયટીનો વિરોધ હોય તો કોઈપણ સભ્ય પોતાના મકાનમાં પીજી કે કોમર્શિયલ પ્રવૃતિ કરી શકશે નહીં. ઉપરાંત સોસાયટીની પરવાનગી વગર રહેણાંક હેતું સિવાયનો ઉપયોગ સોસાયટીના સભ્યો નહીં કરી શકે. જો કે હવે આ હુકમ બાદ રહેણાંક વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ કે હોસ્ટેલ જેવી કોમર્શિયલ પ્રવૃતિ ચલાવી શકાશે નહીં.



Comments