રાંધણગેસ અપાવી શકે છે ૨૦થી ૫૦ લાખનું વળતર





શું તમે જાણો છો કે તમારો રાંધણગેસ બાટલા સાથે વીમો પણ જોડાયેલો છે? હા વાત સાચી છે, તમે જ્યારે તમે રાંધણગેસનો બાટલો ખરીદ્યો છો ત્યારે તેની સાથે વીમો આપો આપ મળી જાય છે. તેમજ આ વીમાની રકમ ૨૦થી ૫૦ લાખ સુધીની હોય છે. મોટા ભાગના લોકો આ હકીકતથી અજાણ છે. કનેક્સન આપતા સમયે ડીસ્ટુબ્યુટર પણ આ માહિતી આપતા નથી. સરકાર પણ આ અંગે કોઈ પ્રચાર કરતી નથી. જેથી જ્યાર રાંધણગેસ સબંધીત દુર્ઘટના થાય ત્યારે કોઈ ક્લેમ કરતા નથી અને તેમને મળવાપાત્ર લાભ મળતો નથી. તો હવે આ વાત સારી રીતે યાદ રાખજો કે જે વ્યક્તિના નામે ગેસ કનેક્સન હોય તેના નામે રાંધણગેસ દુર્ઘટના વીમો પણ હોય છે. જેમાં જો ગેસ દુર્ઘટના થાય તો ૨૦ લાખ રૂપિયા સુધીનો ક્લેમ મળી શકે છે. તેમજ સામુહિક ગેસ દુર્ઘટના થાય તો આ રકમ ૫૦ લાખ સુધી વધી શકે છે. 

કનેક્સન ફોર્મ પર લખેલી સુચનાઓ અને વીમા સબંધી માહિતી ગ્રાહકો વાંચતા જ હોતા નથી. ગ્રાહકોના હિતની વાતો કરતા સંગઠનો પણ આ બાબતે બેદરકાર છે. જેથી દુર્ઘટના બન્યા બાદ પિડીતોને વીમાનો લાભ મળી શકતો નથી. હકીકતમાં રાંધણગેસનું કનેક્સન લેનાર ગ્રાહકને ગેસના સિલીન્ડરના કારણે કોઈ દુર્ઘટનાનો ભોગ બનવુ પડે તો તેને વીમાનો લાભ આપવાનો નિયમ છે. આ નિયમ મુજબ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર ખર્ચ કંપનીએ ઉઠાવવાનો હોય છે. જો કે આ માટે ગેસ દુર્ઘટના થયાના ૨૪ કલાકમાં સબંધીત એજન્સી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવાની હોય છે. દુર્ઘટનામાં કોઈનું અકાળે અવસાન થયુ હોય તો તેનું સર્ટી સબંધીત એજન્સીએ આપવાનું હોય છે. પ્રદેશ કાર્યાલય એજન્સીને આ સબંધીત તમામ બાબતોનું કામકાજ સોંપી દે છે. વીમા કંપની દાવાની સત્યતાની તપાસ કરાવે છે, તેમજ જો દાવો સાચો હોય તો સબંધીત વ્યક્તિને વીમાની રકમ ચુકવવામાં આવે છે. 


વીમા માટે આ શરતોનું પાલન કરવુ ફરજિયાત

- કનેક્સન કાયદેસરનું હોવુ જોઈએ.
- રેગ્યુલેટ, ગેસની પાઈબ બે વર્ષથી જુના ન હોવા જોઈએ.
- ગેસના ઉપયોગની જગ્યાએ વીજનો ખુલ્લો તાર ન હોવો જોઈએ.
- આઈએસઆઈ માર્કવાળી જ વસ્તુઓનો ઉપયોગ જરૂરી
- ઉપયોગની જગ્યા સાંકડી ન હોવી જોઈએ.
- કોઈપણ પ્રકારની બેદરકારી સાબિત થશે તો વળતર નહી મળે.


Comments