હવે ફરશો તમે અને ખર્ચ ઉઠાવશે સરકાર.. પ્રવાસન મંત્રાલય લાવ્યુ છે ખાસ યોજના..



પ્રવાશનને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે કેન્દ્ર સરકારે ભારતીય પ્રવાશીઓ માટે એક ખાસ યોજનાની શરૂઆત કરી છે. એક વર્ષમાં પોતાના ગૃહરાજ્યને છોડીને અન્ય 15 પ્રવાશન સ્થળોની મુલાકાત લેનાર લોકોને આ યોજનાનો લાભ મળશે.. આ યોજના વર્ષ 2022 સુધી લાગુ રહેશે. પ્રવાશન મંત્રાલયની 'દેખો અપના દેશ' યોજના અંતર્ગત તમારા પ્રવાશનો ખર્ચ સરકાર ઉપાડશે. આ યોજનાની વધુ માહિતી વેબસાઈ ઉપર પણ આપવામાં આવેલી છે.


'દેખો અપના દેશ' યોજના લાવશે પરિવર્તન?

'દેખો અપના દેશ' યોજના અંતર્ગત એક વર્ષમાં પોતાના રાજ્યને છોડીને અન્ય ઓછામાં ઓછા 15 સ્થળોની મુલાકાત લેવાની રહેશે.આ યોજનાની માહીતી કેન્દ્રીય પ્રવાશન મંત્રી પ્રહ્નાદસિંહ પટેલે ઓડીસાના કોર્ણાક ખાતે એક રાષ્ટ્રીય પ્રવાશન સમ્મેલન દરમિયાન આપી હતી. પટેલે જણાવ્યુ હતું કે પ્રવાશીઓએ 15 સ્થળોની મુલાકાત દરમિયાન થયેલ ખર્ચ અને મુલાકાતના ફોટા અમારી વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.. 


કઈ રીતે મેળવી શકશો યોજનાનો લાભ?

આ યોજનામાં પ્રવાશીઓએ એક વર્ષમાં 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવાની રહેશે.. યોજના 2022 સુધી લાગુ રહેશે.. એટલે કે તમે યાત્રા ગમે ત્યારે શરૂ કરી શકો છો.. પરંતુ યાત્રા શરૂ કર્યાના એક વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.. એક વર્ષમાં  15 પર્યટન સ્થળોની મુલાકાત લેનાર પ્રવાશીએ વેબસાઈટ https://pledge.mygov.in/my-country/ પર પોતાના તસ્વિરો અને પ્રવાશના ખર્ચની વિગતો અપલોડ કરવાની રહેશે.. યાદ રાખો તમામ પર્યટન સ્થળો તમારા ગૃહરાજ્યની બહારના હોવા જોઈએ.. તો જ આ યોજનાનો લાભ મળશે.. 

પ્રવાશન મંત્રીએ લોકોને વિનંતી કરી હતી કે આ યોજનાનો ગેરફાયદો ઉઠાવવો જોઈએ નહી, પરંતુ પ્રવાશનના પ્રોત્સાહના રૂપમાં જોવો જોઈએ.. આ માટે પ્રવાશન મંત્રાલયે પ્રતિષ્ઠિત પ્રવાશન સ્થળોની યાદી પણ વેબસાઈટ પર મુકી છે. તે સ્થળોની મુલાકાત લેનાર યાત્રીકોને યોજનાનો લાભ મળશે.

પ્રવાશન રોજગારીનો પણ ઓપ્સન બની શકે છે..

આ ઉપરાંત પર્યટન મંત્રાલય પ્રવાશન ગાઈડના રૂપમાં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સર્ટિફેકેટ પ્રોગ્રામ યોજી રહી છે. પરંતુ આ પ્રોગ્રામમાં લોકભાગીદારી અત્યારે ઘણી ઓછી છે. ત્યારે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈને પ્રવાશને પોતાની કાર્કિદી તરીકે સ્વિકારી શકે છે.

Comments