માનુષી છીલ્લર ૧૭ વર્ષ બાદ ભારતીય સુંદરી બની મિસ વલ્ડ


૧૭ વર્ષ બાદ મિસ વલ્ડનો તાજ ફરી એકવાર ભારતીય સુંદરીના સર પર બિરાજ્યો છે. ૨૦ વર્ષની હરીયાણાની માનુષી છીલ્લરે વિશ્વભરમાંથી આવેલી ૧૦૮ સુંદરીઓને પાછળ છોડીને આ તાજ પોતાના સર પર ધારણ કર્યો હતો. હરીયાણાની ભગત સિંહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી મિસ છીલ્લર કાર્ડીયાક સર્જન બની દેશના રુરલ વિસ્તારમાં એક નોન પ્રોફીટ હોસ્પિટલ ખોલવા માંગે છે. ૨૦ વર્ષની ઉંમરમાં જ વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવનાર માનુષી પર અભિનંદન ની વર્ષા થઈ છે. હરિયાણાના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માનુષીને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રિયંકા ચોપરા ૨૦૦૦ની સાલમાં મિસ વલ્ડનો ખિતાબ જીતી હતી આજે પ્રિયંકાની ગણના બોલીવુડ પર રાજ કરનાર ટોચની પાંચ અભિનેત્રોમાં થાય છે.

મિસ વલ્ડના અંતિમ તબક્કામાં માનુષીને સવાલ પુછવામાં આવ્યો હતો કે તમારા મતે કયો પ્રોફેશન સૌથી વધારે સેલરી ને લાયક છે અને શા માટે ? આ સવાલના જવાબમાં માનુષીએ આપેલો પ્રત્યુતર સૌના હર્દયને સ્પર્શી ગયો હતો. માનુષીએ જણાવ્યુ હતુ કે સૌથી વધારે રીસ્પેકટ ને લાયક પ્રોફેશન એ માતૃત્વ છે. અને ત્યાં સેલરીનો તો પ્રશ્ન  જ ઉપસ્થિત નથી થતો.

જુઓ મિસ વલ્ડની કેટલીક આકર્ષક તસ્વીરો.


Comments