હે રામ!!.. ન્યૂ ઈન્ડિયામાં એકલા-અટુલા થઈ રહેલ ગાંધી..


પ્રિય, મોહનદાસ કરમચંદ ગાંધી..
લોકો કહે છે કે આજે તમારો માર્ગ છોડી દીધો.. ચિંતા ન કરો, અહેવાલ તદ્દન ખોટા છે.. દિલ્હીમાં મહાત્મા ગાંધી માર્ગ અને ગાંધીપથ પર બધા જ નેતાઓ ચાલે છે.. અરે, આપના ગૃહરાજ્ય ગુજરાતમાં તો આપના નામથી બનેલ નગર ગાંધીનગરથી આખી સરકાર ચાલે છે..

redmi note 8 pro ની ખરીદી પર 23% ની છુટ


બીજી બાજુ અન્ય એક રીતે તમને અમર બનાવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગત દિવાળીઓએ દિલ્હીમાં કેટલાક લોકોએ સસ્તી મીણબતી વેચી હતી.. મીણબતીના પેકેટ પર તમારો ફોટો પણ હતો.. ફોટોમાં તમે આરએસએસના ધ્વજને નમન કરી રહ્યા હતા અને પાછળ હેડગેવાર ઉભા છે..

બસ એક જ ખોટ રહી ગઈ, જે આગળ પુરી કરી લેવાશે.. હવે તમને ચડ્ડી પહેરાવી દેવાશે અને હા.. માથે કાળી ટોપી પણ.. પછી તમે આરએસએસના સ્વયંસેવક તરીકે અમર થઈ જશો.. કારણ કે ભારતમાં હવે તે જ મહાન દેશભક્ત કહેવાશે જે ખાખી ચડ્ડી (હવે ખાખી પેન્ટ) પહેરતો હોય..


ગાંધીવાદીઓની ચિંતા તમે ન કરો.. તેમની પ્રજાતી ધીરેધીરે નામશેષ થઈ રહી છે. ભવિષ્યમાં ક્યારેક ઈતિહાસના કોઈ મ્યુઝીયમમાં ખુણેખાંચરે ગાંધીવાદ અને ગાંધીવાદી સચવાઈ રહેશે.. સરકારમાં બેઠેલ લોકો પણ આપના માટે કંઈ નહીં કરી શકે, કારણ કે તે એ નહીં બોલી શકે કે તમને મારનાર ગોડસે આરએસએસનો હતો..

તમામ લોકો જાણે છે કે ગોડસે ફાંસીએ લટક્યો ત્યારે તેના હાથમાં આરએસએસનો ધ્વજ અને હોઠો પર સંઘની પ્રાર્થના (નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ) હતી.. પરંતુ આ સત્ય બોલવાની હિમ્મત કરનાર ગાંધીવાદી ગાઈડને નોકરીમાંથી પાણીચુ પકડાવી દેવાયુ.. અરે એને આપના માર્ગપર ચાલત નેતાઓએ પણ બચાવ્યો નહી..


તમારી જાણ ખાતર કહી દઉં કે ગોડસેને ભગસિંહનો દર્જો આપવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.. હા..ગોડસે.. એ જ જેણે હિન્દુરાષ્ટ્ર વિરોધી ગાંધીની (આપની) હત્યા કરી હતી.. ગોડસે જ્યારે આપનીની જેમ રાષ્ટ્રીય હીરો બની જશે, ત્યારે ૩૦ જાન્યુઆરીએ શું થશે ખબર છે? અત્યારે આ આપની યાદમાં 'ગાંધી નિર્વાણ' દિવસ છે, આગળ તે 'ગોડસે ગૌરવ દિવસ' બની જશે.. આ દિવસે કોઈ 'રાજઘાટ નહી આવે.. પણ હા..!! દેશવાસીઓ તમને યાદ જરૂર કરશે.. કારણ કે ૩૦ જાન્યુઆરીએ જ્યારે ગોડશેનો જય જયકાર થશે, તો એ તો કેવુ જ પડશેને તેણે કયું મહાન કાર્ય કર્યુ હતું. ગર્વભેર કહેવામાં આવશે આ વીરપુરુષે ગાંધીની હત્યા કરી હતી. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી.. ગોડસેના નામે તો, એ નામે.. પણ તમને લોકો યાદ જરૂર કરશે.. હા! એક મહાન પુરુષના હાથે મોત મળ્યુ એનો આટલો તો ફાયદો મળવો જોઈએ ને..


દેશમાં બાકી બધુ પણ ઠીક ઠાક ચાલી રહ્યુ છે.. તમે જે લાઠી છોડીને ગયા હતા એનો આજકાલ પોલીસ પ્રદર્શનકારીઓને વિખેરવા ખુબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.. જેપણ વ્યક્તિ એક્તા, જીડીપી, શિક્ષણ, નોકરી, બેરોજગારી, મંદી જેવી વાતો સાથે અહિંસક (હા..આપે જે માર્ગ બતાવ્યો હતો તેને દેશના કેટલાક પાગલ લોકો હજી ભુલ્યા નથી) માર્ગે રેલી કાઢે તો તેને એ લાઠીનો પ્રસાદ ચોક્કસ મળે છે..  


હા..! અત્યારે લોકો એવુ પણ કહેતા ફરે છે કે દેશને આઝાદી મળી એમાં તમારોનો કોઈ ફાળો ન હતો.. અને હાં આ વાત પાછા એવા લોકો કરી રહ્યા છે જેમના પૂર્વજો આઝાદીની ચળવળમાં અંગ્રેજો સાથે હતા.. તમારા માટે અન્ય એક ખુશખબરી છે, આપના પ્રિય શિષ્ય સરદાર વલ્લભભાઈ પટેલ જે ભુલ કરી ગયા હતા એને સુધારવા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે.. ભુલ શબ્દથી ચોકી ન જતા... એમને જ તો અખંડ ભારત બનાવવાની ભુલ કરી હતી. તેને વિભાજીત કરવાના પુરતા પ્રયત્નો થઈ રહ્યા છે..

આપ દલિતોની ચિંતા સહેજ પન ન કરતા.. વર્ષે દહાડે ઉનાકાંડ જેવી ઘટનાઓ સર્જીને તેમનો પુરો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.. હવે સરકારમાં એવા લોકો છે જેમને આરએસએસની શપથ પુરી કરવાની છે.. એટલે આવી ઘટનાઓમાં વધારો કરવા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે.. 


માફ કરજો બાપુ પત્રમાં ભ્રષ્ટાચાર.. અસહિષ્ણુતા.. હિંસા.. જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો નથી.. હા મને ખબર છે.. આપને જાણવામાં રસ હશે જ કે દેશમાં આ મુદ્દાઓની શું સ્થિતી છે.. પણ.. એ બધા એટલા વ્યાપક છે કે તેની ચર્ચા એક પત્રમાં કરી શકાય તેમ નથી.. એટલે એની ચર્ચા ફરી ક્યારેક.. 

લી..
આપનો વિશ્વાસુ એક ભારતીય (પુરાવા આપવાના બાકી છે)

Comments