કુવારી મહિલાઓ સરળતથી કરાવી શકશે ગર્ભપાત


કેન્દ્રીય કેબિનેટે ગર્ભપાત સબંધીત કાયદામાં સુધારાને મંજુરી આપી દીધી છે. જેનાથી 'મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટ'માં સુધારાનો માર્ગ મોકળો બન્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો.. સંસદમાં આ સુધારો પાસ થઈ જાય પછી ગર્ભ-નિરોધક ઉપકરણો નિષ્ફળ જવાની સ્થિતીમાં મહિલા ગર્ભપાત માટે કાયદેસરની હકદાર બનશે.. ખાસ વાત એ છે કે કુંવારી (અપરણિત) યુવતીઓ પણ આ જોગવાઈનો લાભ મેળવી શકશે.. એટલે કે મહિલાઓને કાયદેસર અને સુરક્ષીત રીતે અણગમતા ગર્ભને હટાવવાનો અધિકાર મેળશે.. આ માટે મંજુરી માટે કોર્ટના ધક્કા ખાવાથી મુક્તિ મળશે.. 


અત્યારે કુંવારી યુવતીઓ માટે છે આ કાયદો

વર્તમાન કાયદા મુજબ ગર્ભ-નિરોધક નિષ્ફળ જવાની સ્થિતી અથવા અણગમતા ગર્ભના ગર્ભપાત માટે માત્ર પરણિત મહિલાઓને જ મંજુરી મળે છે. કાયદા મુજબ કિશોરીઓએ ગર્ભપાત માટે માતા-પિતા અથવા અન્ય વાલીની લેખેતીમાં મંજુરી રજુ કરવી પડે છે. જ્યારે કુવારી યુવતીઓને ગર્ભ-નિરોધક નિષ્ફળ જવાની સ્થિતીમાં પણ ગર્ભપાતની મંજુરી મળતી નથી.. 

ગર્ભપાતનો સમય વધારી 24 સપ્તાહ કરાશે

'મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટ'માં નવા સુધારા મુજબ ગર્ભાપાત માટેનો સમય 20 સપ્તાહથી વધારી 24 સપ્તાહ કરાશે.. આ લાભ દિવ્યાંગ અને કુંવારી યુવતીઓને પણ મળશે.. ઉપરાંત ભૃણમાં કોઈ અસામન્ય ખોડ હોવાની સ્થિતીમાં 20 સપ્તાહના ગર્ભ બાદ ક્યારે પણ ગર્ભપાત માટે મંજુરી મેળવી શકાશે.. 


કેવી સ્થિતીમાં કુંવારી યુવતી ગર્ભપાત માટે લાયક ગણાશે?

'મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટ'માં નવા સુધારા મુજબ.. 
- ગર્ભ-નિરોધક ઉપકરણોની નિષ્ફળતા..
- માતાના જીવને જોખમ..
- બળાત્કારના કારણે ગર્ભધાન..
- શારીરિક-માનસિક રીતે અક્ષમ બાળક..

કેન્દ્ર સરકાર દ્વારા કુવાંરી યુવતીઓને ગર્ભપાત માટે આપવામાં આવેલ રાહતોના પગલે કુંવારી યુવતીઓની સેક્શુઅલ એક્ટિવિટી સાથે જોડાયેલ સામાજિક ધિક્કારની માન્યતા પણ ઘટશે.. 

Comments