- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગુજરાતમાં પ્રથમ તબક્કાનુ મતદાન આખરે પૂર્ણ થઈ ચુક્યુ છે અમુક નાના મોટા છમકલા બાદ કરતા એકંદરે આ મતદાન શાંતિપુર્ણ માહોલમાં યોજાયુ હતુ. અલબત ગત ઈલેક્શન કરતા આ વખતે પ્રમાણમાં ઓછુ મતદાન નોંધાયુ હતુ. ત્યારે ઈલેક્શનના સમયે થયેલા વિરોધ, જ્ઞાતિવાદ, વિવિધ આંદોલનો, મતદાનની ટકાવારી અને જનમાનસની ભાવનાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર સંભવિત વિજેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.
પોરબંદર અને ભાવનગર જેવા જીલ્લાઓમાં અપક્ષ ઉમેદવારોનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. એકંદરે ભાજપનુ પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં કોંગ્રેસ બઢત બનાવી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.જ્યારે એકાદ સીટ અપક્ષ ઉમેદવારના ફાળે જાય તેવુ પણ બની શકે છે. આ રહી જીલ્લા પ્રમાણે ભાજપ કોંગ્રેસને મળી શકે તેવી બેઠકોનો એક અંદાજ
જીલ્લો | બેઠક | કોંગ્રેસ | ભાજપ |
સુરત | 16 | 4 | 12 |
રાજકોટ | 8 | 4 | 4 |
ભાવનગર | 7 | 5 | 2 |
કચ્છ | 6 | 3 | 3 |
સુરેન્દ્રનગર | 5 | 3 | 2 |
જુનાગઢ | 5 | 3 | 2 |
અમરેલી | 5 | 4 | 1 |
જામનગર | 5 | 3 | 2 |
ભરૂચ | 5 | 2 | 3 |
વલસાડ | 5 | 3 | 2 |
ગીર સોમનાથ, | 4 | 4 | 0 |
નવસારી, | 4 | 2 | 2 |
મોરબી, | 3 | 3 | 0 |
દેવભૂમિ દ્વારકા, | 2 | 1 | 1 |
પોરબંદર | 2 | 1 | 0 |
બોટાદ, | 2 | 1 | 1 |
નર્મદા, | 2 | 1 | 1 |
તાપી, | 2 | 1 | 1 |
ડાંગ | 1 | 1 | 0 |
Total | 89 | 49 | 39 |
નાના માર્જીન ધરાવતી બેઠકો પર પલ્લુ ગમે તે સાઈડ ઢળી શકે છે પણ ઈલેક્શનના આ અંદાજો પરથી એક વાત બિલ્કુલ સ્પષ્ટ છે કે ભાજપ માટે આગામી રાહ આસાન નહી હોય.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment