- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- મહેશ ચૌધરી, અણહિલપુર
ગુજરાત
ચુંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને
મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનુ ગૃહરાજ્ય હોવાથી
ભાજપની પ્રતિષ્ઠા આ ચુંટણીમાં દાવ પર લાગેલી છે. પરંતુ ચુંટણી પહેલા મોદીએ નવુ કાર્ડ
રમ્યુ છે. અથવા એમ કહો કે ફરી એકવાર તેમણે રેલીમાં પોતાના ગુજરાત કનેક્સનનો ફાયદો ઉઠાવવા
પ્રયત્ન કર્યો છે.
''
હું ગુજરાતનું સંતાન છું, ઋણ ચુકવતો રહીશ''
આ
વાક્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ ચુંટણી સભાઓમાં કોમન રહ્યુ હતુ. મોદીએ જણાવ્યુ
હતુ કે કોંગ્રેસે મારા પર કિચડ ઉછાળ્યુ છે. ગુજરાતીઓ તેમને માફ નહી કરે..
'મેં
યહા આયા નહી, મુજે માં ગંગાને બુલાયા હૈ'
2014માં
આ વાક્ય તમે વારંવાર સાંભળ્યુ હશે. મોદી જ્યારે ગુજરાતથી બહાર નિકળીને કેન્દ્રીય રાજકારણમાં
પ્રવેશ કર્યો ત્યારે તેમણે પોતાના મતવિસ્તાર તરીકે વારાણસીની પસંદગી કરી. મોદી જ્યારે
વારાણસીથી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે જણાવ્યુ હતુ કે 'મુજે માં ગંગાને બુલાયા હૈ,
મોદીનું આ નિવેદન લોકસભાની ચુંટણીમાં ખુબજ લોકપ્રિય બન્યુ હતું.
2017માં ઉત્તર
પ્રદેશ વિધાનસભાની ચુંટણી દરમિયાન વડાપ્રધાન
મોદીએ અહીંના લોકો સાથે
ખાસ સબંધ જોડી લીધો
હતો. પ્રચારમાં દરેક રેલીમાં મોદીએ
જણાવ્યુ હતુ કે. 'ભલે
મારો જન્મ ગુજરાતમાં થયો
છે, પરંતુ ઉત્તર પ્રદેશે
મને ખોળે લીધો છે'
આ ધરતીનું મારે ઋણ ચુજવવાનુ
છે..
આ
ઉપરાંત પણ વડાપ્રધાન નરેન્દ્ર
મોદી મોટાભાગની રેલી અથવા કાર્યક્રમમાં
જે તે સ્થળ સાથે
પોતાનો કોઈને કોઈ સબંધ
જોડી ઘાટે છે. કચ્છના
ભુજની રેલીમાં તેમણે જણાવ્યુ હતુ
કે મારી રાજકીય કાર્કીદી
તૈયાર કરવામાં કચ્છનો સૌથી મહત્વનો
ફાળો છે. એક સંધ
પ્રચારક અને ભાજપના કાર્યકર્તા
તરીકે તેમને અનેક સ્થળે
કામ કરેલ છે. જેને
ઉલ્લેખી મોદી મોટા ભાગના
રાજ્યોમાં જઈને કહે છે
કે 'તેમણે અહીં વર્ષો
સુધી કામ કર્યુ છે.
અહીંના લોકો સાથે મારે
ખાસ સબંધ છે' આ
વર્ષોનો સરવાળો કરવા જઈએ
તો મોદીના ૧૦ કે
૧૨ જીવન પણ ઓછા
પડે તેમ છે. વાસ્તવમાં
મોદી એક સારા વક્તા
છે. તેમને લોકો સાથે
કનેક્સન જોડી લેતા સારી
રીતે આવડે છે અને
પોતાની આ જ આવડતનો
ફાયદો મોદી એકબાદ એક
ચૂંટણીમાં ઉઠાવી રહ્યા છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment