- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
-
મહેશ ચૌધરી, અણહિલપુર
દેશભરમાં
ફિલ્મ 'પદ્માવતી' ને વિવાદ ચાલી
રહ્યો છે. પરંતુ લોકો
એ ભુલી ચુક્યા છે
કે 1296 માં દિલ્હીનાં સાશક
બનેલ અલાઉદ્દીન ખિલજીની ચાર પત્નીઓમાંથી બે
હિંદુ હતી. જેમાંથી એજ
રાજપુત રાજની પૂર્વ પત્ની
અને એક યાદવ રાજાની
પુત્રી હતી.
પોતાના
20 વર્ષના સાશન કાળમાં અલાઉદ્દીન
ખિલજીએ અનેક નાના-મોટા
રજવાડાઓ પર હુમલો કરીને
તેને પોતાના રાજ્યમાં ભેળવી
દીધા હતા અથવા તેમને
વાર્ષિક કર આપવા માટે
મજબુર કર્યા હતા. વર્ષ
1299માં ખિલજીનીની સેનાએ ગુજરાત પર
પણ હુમલો કર્યો હતો. આ
હુમલામાં ગુજરાતના તત્કાલીન રાજપુત રાજા કર્ણદેવ
વાઘેલાને સજ્જડ હાર આપી
હતી. આ હારમાં કર્ણદેવે
પોતાના રાજપાટ અને સંપત્તી
ઉપરાંત પોતાની પત્નીને પણ
ગુમાવી બેઠા હતા.
આ
ઘટના ગુજરાતના ઈતિહાસ માટે ઐતિહાસીક
ટર્નિંગ પોઈન્ટ સમાન હતી,
કારણ કે આ યુદ્ધ
સાથે જ ગુજરાતમાં રાજપુત
યુગનો કાયમી અસ્ત અને
ગુલામવંશનો ઉદય થયો હતો.
આ યુદ્ધ બાદ કર્ણદેવ વાઘેલાની
પત્ની કમલા દેવી સાથે
અલાઉદ્દીન ખિલજીએ લગ્ન કરી
લીધા હતા. વર્ષ 1455-1456માં
પદ્મનાભે ‘કર્ણદેવ સંહિતા’ લખી હતી. જેમાં
ગુજરાત પર અલાઉદ્દીન ખિલજીનો
હુમલો, ગુજરાતના છેલ્લા રાજપુત રાજા
કર્ણદેવ વાઘેલાનો અસ્ત અને કર્ણદેવની
પત્ની કમલા દેવી સાથે
અલાઉદ્દીન ખિલજીએ લગ્નનો વિસ્તૃત
ઉલ્લેખ છે.
આ
હુમલા વખતે ખિલજીની સેનાનું નેતૃત્વ ‘ઉલ્લુઘખને’ ખાને કર્યુ હતુ. જેમણે ગુજરાતના સમૃદ્ધ
બંદરોને લૂંટ્યા હતા. તો અનેક શહેરોને ખંડેર બનાવી દીધા હતા. આ એજ હુમલો હતો જેમાં
સિદ્ધપુરનો ઐતિહાસીક રુદ્રમહાલય, પાટણનું ઐતિહાસી સહસ્ત્રલીંગ તળાવ સહિત હજારો હિંદુ
મંદિરો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. તેમજ મોઢેરાના સુર્યમંદિરને ખંડીત કરવામાં આવ્યુ
હતુ.
પદ્મનાભે
પોતાના પુસ્તમાં હિંદુ અથવા મુસલમાન
જેવા ધર્મવાચક શબ્દોની જગ્યાએ બ્રાહ્મણ, વણીક,
મોચી, મંગોલ, પઠાણ જેવા
જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
આ એ સમય હતો
જ્યારે હારેલ રાજાની તમામ
સંપત્તી, ઘરેણાઓ, યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલ હાથી-ઘોડા
જેવા પશુઓ પર વિજેતા
રાજાઓનો અધિકાર ગણાતો હતો.
વિજેતા રાજાઓ સામન્ય રીતે
ખજાનો લૂંટી લેતા હતા,
પશુઓને સામંતોમાં વહેંચી દેવામાં આવતા
પરંતુ સલ્તનત યુગમાં રાણીઓ
કે રાજકુમારોને સાથે લઈ જવાના
ખાસ ઉદાહરણો જોવા મળતા નથી.
જો કે ખિલજીએ કર્ણદેવ
વાઘેલાની પત્ની કમલા દેવી
સાથે લગ્ન કર્યા હોવાનો
ઉલ્લેખ અનેક ઐતિહાસીક રીતે
પ્રમાણભુત ગણાતા પુસ્તકોમાં કરવામાં
આવેલ છે. જો કે
ખિલજીના કમલાદેવી સાથેના લગ્નની વાત
પણ તદ્દન અલગ પ્રકારની
છે, કારણ કે તેણે
યુદ્ધ તો અનેક જીત્યા
હતા, પરંતુ અન્ય કોઈ
રાજાની રાણી સાથે લગ્ન
કર્યા હોવાનો કોઈ ઉલ્લેખ
નથી.
એક
નોધપાત્ર બાબત એ પણ
છે કે અલાઉદ્દીન ખિલજી
સાથે તેના મહેલમાં રહેતી
કમલા દેવીએ પોતાનાથી અલગ
થઈ ચુકેલ પુત્રી દેવલદેવીને
પણ પોતાની પાસે લાવી
આપવા માટે આગ્રહ અર્યો
હતો. ખિલજીની સેનાએ જ્યારે દક્ષિણ
ભારતના દેવગિરી પર મલિક કાફૂરના
નેતૃત્વમાં હુમલો કર્યો ત્યારે
સેના દેવલદેવીને પરત લઈને દિલ્હી
પરત ફરી હતી. પાછળથી
દેવલ દેવી સાથે ખિલજીના
પુત્ર ખિજ્ર ખાનના લગ્ન
થયા હતા. અમીર ખુસરોએ
દેવલ દેવી નામની એક
લાંબી કવિતા લખી હતી.
જેમાં દેવલ દેવી અને
ખિજ્ર ખાનના પ્રેમનું વર્ણન
કરવામાં આવેલ છે. 1866 નંદકિશોર
મેહતાએ કર્ણઘેલો નામની એક નવલકથા
લખી હતી. જેમાં પણ
દેવલ દેવીની વાર્તાનો ઉલ્લેખ
કરાયેલ છે. ચર્ચાનું કેન્દ્ર
રહેલ આ નવલકથાને ગુજરાતી
ભાષાની પ્રથમ નવલકથા માનવામાં
આવે છે.
દિલ્હીની
સત્તા પર આવતા પહેલા
અલાઉદ્દીન ખિલજી 'કડા'નો
સુબો હતો. આ દરમિયાન
ખિલજીએ દૌલતાબાદનાં યાદવ રાજા રામદેપ
પર આક્રમણ કર્યુ હતુ.
ખિલજીના આક્રમણના સમયે રામદેવની સેના
તેના પુત્ર સાથે એક
અભિયાન પર હતી. જેથી
સેના વગર ખિલજીનો સામનો
થઈ શકે તેમ ન
હતો. આખરે રામદેવે અલાઉદ્દીન
સામે આત્મસમર્પણ કરી દીધુ. રામદેવે
ખિલજીને વિપુલ ધન અને
હાથીધોડા આપ્યા હતા. તેમજ
પોતાની પુત્રી ઝત્યપલીદેવીના લગ્ન
પણ ખિલજી સાથે કર્યા
હતા. આ ઘટનાનો ઉલ્લેખ
ઈતિહાસકાર જિયાઉદ્દીન બરનીના પુસ્તક તારીખ-એ-ફિરોજશાહીમાં કરવામાં
આવેલ છે. બરનીએ લખ્યુ
છે કે મલિક કાફૂરે
ખિલજીના મોત બાદ શિહાબુદ્દીનને
સુલ્તાન બનાવ્યો હતો. આ શિહાબુદ્દીન
ઝત્યપલ દેવીનો જ પુત્ર
હતો. જો કે શિહાબુદ્દીન
મલિક કાફુરની કટપુતળી માત્ર હતો. સાશન
તો મલિક કાફોર જ
ચલાવતો હતો.
ખિલજીએ
રાજપુત રાણી કમલા દેવી
કે યાદવ રાજકુમારી ઝત્યપાલી
દેવી સાથે કરેલ લગ્ન
કુટનૈતિક નહી પરંતુ અંગત
ફાયદા માટે હતા. ખિલજીએ
પોતાના સસરા જલાલઉદ્દીન ખિલજીની
હત્યા કરીને દિલ્હીની સત્તા
મેળવી હતી. આ ઘટનાની
અસર ખિલાજીના પોતાની પત્ની મલિકા-એ-જહાં સાથેના
સબંધો પર પડી હતી.
(નોધ
ઃ ઈતિહાસને હમેંશા તે સમયની
સામજિક અને સાંસ્કૃતીક પરિસ્થિતીના
પરીપેક્ષમાં જ જુવો જોઈએ.
તેને આજના સમયની સામજિક
અને સાંસ્કૃતીક પરિસ્થિતી સાથે ન સરખાવો.
તે સમયની સંવેદનશીલતા અલગ
હતી આજની સંવેદનશીલતા અલગ
છે. આજે જે વાતો
અસ્વિકાર્ય છે, તે બાબતો
જે તે સમયમાં સામાન્ય
હતી.)
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment