- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મહેશ ચૌધરી, અણહિલપુર
હું એ ભારત છું, જે સમગ્ર વિશ્વની સામે પોતાના ભવ્ય ભુતકાળને ગર્વ સાથે વાગોળે છે, મને અભિમાન છે પોતાની સભ્યાતા અને પોતાની એ સંસ્કૃતિ પર જે સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષીત કરે છે. મને ગર્વ છે એઆદર્શો અને સિદ્ધાંતો પર જે આપણા મહાનાયકો વારસામાં આપીને ગયા છે. હું પ્રયત્ન કરુશું કે એ આદર્શોને પોતાની હવામાં, આકાશમાં અને માટીમાં આત્મસાત કરવાની, જેથી આ દેશની ભાવી પેઢિયો પોતાનાઆચરણથી આ ગરિમા અને વારસાને આગાળ વધાવી શકે.
પરંતુ આજે હું દુખી છું,, ઘાયલ થઈ ચુક્યોં છે..
સમજમાં નથી આવતુ કે આખતે હું આટલો લાચાર કેમ છું..
કોને કહું કે દેશનું રાજકારણ આજે જ્યાં પહોંચી ગયુ છે અથવા તો પહોંચાડી દેવામાં આવ્યુ છે તેનાથી મારો શ્વાસ રુંધાઈ રહ્યો છે.
હું ચિંતિત છું એ વિચારી કે નૈતિક્તાના પતનનું સ્તર કેટલી હદ સુધી પતન થઈ ચુક્યુ છે..
જે દેશમાં બે વ્યક્તિયો વચ્ચેનાં દરેક સબંધમાં એક મર્યાદા હોય છે, ત્યાં આજે વ્યક્તિગત આચરણનું સ્તર તમામ સરહદો ઓળંગી ચુક્યુ છે..
પરંતુ આજે પણ મને વિશ્વાસ છે કે જે માટીમાં સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, રામ પ્રસાદ બિસ્મિલ, ચંદ્ર શેખર આઝાદ, ભગતસિંહ જેવા મહાન પુરુષો જન્મ્યા હતા. તે માટીમાં જન્મેલ યુવકો ક્યારેય હાર્દિક પટેલ, જિજ્ઞેશમેવાણી કે અલ્પેશ ઠાકોર જેવા યુવકોને પોતાના આદર્શ ક્યારેય નહી માને.
એટલા માટે નહીં કે કોઈ સીડીમાં હાર્દિક આપત્તિજનક કૃત્ય કરતો દેખાઈ રહ્યો છે,, પરંતુ એટલા માટે કે તે પોતાના પુરુતત્વનો પુરાવો આપતો ફરી રહ્યો છે...
એટલા માટે નહીં કે જિજ્ઞેશે તેનું સમર્થન કરી રહ્યો છે કે આ તો અમારો મુળભુત અધિકાર છે..
પરંતુ એટલા માટે કે આ લોકો ગેરબંધારણીય અને અનૈતિક આચરણ વચ્ચે ભેદ નથી પારખી શકે તેમ..
એટલા માટે નહી કે તેઓ તે દરેક કામ જે કાયદાની દ્રષ્ટિયે અપરાધ નથી, તેને યોગ્ય ગણાવી રહ્યા છે.
પરંતુ એટલા માટે કે લોકોને કાયદો સમજાવા નિકળેલ આ લોકો પોતાની મર્યાદાઓની સરહદો ઓળંગી રહ્યા છે..
એટલા માટે નહીં કે તેઓ એવો તર્ક આપી રહ્યા છે કે સીડી દ્વારા મારા અંગત જીવન પર હુમલો હુમલો કરવાનુ સુઆયોજીત ષડયંત્ર છે..
પરંતુ એટલા માટે કે આ લોકો એ બાબત ભુલી ચુક્યા છે કે નેતૃત્વ કરતા લોકોનું જીવન એક ખુલ્લા પુસ્તક જેવુ હોવુ જોઈએ.
એટલા માટે નહીં કે આ લોકોને પોતાના કૃત્ય પર કોઈ શરમ નથી..
પરંતુ એટલા માટે કે તેઓ પોતાની ભુલ સ્વિકારવાની જગ્યાએ બીજા પર આક્ષેપો કરી રહ્યા છે, તેમની સાથે બદલો લેવાની વાત કરી રહ્યા છે..
એટલા માટે નહીં કે એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે બે વયસ્ક લોકો પરસ્પર સહમતીથી જે કરે તેમાં કંઈ ખોટુ નથી..
પરંતુ એટલા માટે કે બે વયસ્કો વચ્ચે જે સબંધ ભારતીય સંસ્કૃતીમાં લગ્ન સંસ્કારનો એક ભાગ છે, આજ એજ સબંધને તેઓ જીવન શૈલીનો ભાગ બનાવવા માંગે છે..
મને સૌથી વધુ વ્યથા એ પુરુષવાદી વિચારધારથી છે કે જે આ બાબતને મહિલાઓનું અપમાન ગણાવી રહી છે.. શું આ લોકો માન સમ્માનની પરિભાષા પણ સમજે છે? શું તેમણે જે કર્યુ તે સમ્માનજક હતું? શું આજ છેતેમની સંસ્કૃતી અને સંસ્કાર કે જેના આધાર પર તેઓ ગુજરાતનું નેતૃત્વ કરવા માંગે છે? થોડૂ તો વિચાર કે પોતે પછાત હોવાના નામ પર અનામતનો અધિકાર માંગીને યુવાનોનું નેતા બનવા નિકળેલ આ યુવકો દેશનાયુવાનો સામે કેવુ ઉદાહરણ રજુ કરી રહ્યા છે?
દેશને સરદાર પટેલ જેવુ વિશ્વના રાજકીય ઈતિહાસનું સૌથી આદર્શ વ્યક્તિત્વ આપનાર પાટીદાર સમાજ પાસે શું આવા જ નેતાઓ બાકી રહ્યા છે?
જે લોકો સત્તામાં નથી તેમ છતાં આવા કૃત્યો કરી રહ્યા છે, તેમને જો સત્તાની તાકાત મળી જાય તો શું તેઓ પોતાની જાતને સંભાળી શકશે?
હું વ્યથિત ચોક્કસ છું, પરંતુ નિરાશ નહી..
મને હજી આશા છે કે મારા દેશવાસીઓ એ વાતને સમજશે કે જે લોકો પોતાની અંદરના સડા સાથે નથી લડી શકતા, તે સમજામાં વ્યાપ્ત સડા સામે શું લડશે??
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment