પ્રલય તો નહી આવે, પણ પૃથ્વીનો વિનાશ નજીકમાં છે..




- મહેશ ચૌધરી, અણહિલપુર
પ્રલય સબંધીત વાતો લાંબા સમયથી ચર્ચાઈ રહી છે. અંગે ભવિષ્યવાણીઓ પણ થઈ છે. પરંતુ કુદરત આવી કોઈ વિનાશ કરતી લીલા આચરે તેવી શક્યતા નથી. જો કે એનો મતલબ એવો પણ નથી કે પૃથ્વીનો વિનાશ નહી થાય, પૃથ્વીનો વિનાશ તો આજે નહી તો કાલે થવાનો છે, પરંતુ તેની માટે જવાબદાર કુદરત નહી આપણે એટલે કે મનુષ્યજાત હશે. સતત વધી રહેલ પ્રદુષણના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. 1950થી અત્યાર સુધીની વાત કરીએ તો પૃથ્વીના તાપમાનના આંકડામાં 0.8 ડીગ્રી સેલ્સિયસનો વધારો થઈ ચુક્યો છે. તેમજ જે ગતિથી તાપમાન વધી રહ્યુ છે તે જોતા આગામી 50 થી 100 વર્ષમાં પૃથ્વી પર જીવન ટકાવી રાખવુ અશક્ય બની જશે.

સમય દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 થી 4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. પૃથ્વી પર વધુ તાપમાનનો સીધો મતલબ છે કે પૃથ્વી પર ફુંકાતો પવન વધુ ગરમ બનશે અને મોટાભાગનો વિસ્તાર લૂ ની ઝપેટમાં આવી જશે. લૂ વધત સમુદ્રની સપાટી પણ વધશે. જે વધારો 0.7 થી 1.2 મીટર (2 થી 4 ફુટ) સુધીનો હશે. તો કેટલાક દેશોના કિનારે સમુદ્રની સપાટી આનાથી પણ વધુ વધશે અને સમુદ્ર કિનારાના અનેક શહેરોમાં જમીન ઘટશે. સમુદ્રની સપાટીમાં થયેલ વધારો આટલા સુધી મર્યાદીત નથી. તેનાથી ઋતુ સિસ્ટમ પણ ડીસ્ટબ થવાનો ખતરો છે. એટલે કે ચોમાસામાં જ્યાં વરસાદ પડશે ત્યાં પુર લાવશે અને જ્યાં નહી પડે ત્યાં દુકાળની સ્થિતી સર્જાશે. તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો વધી જશે. ગુજરાત જેવા સમુદ્ર કિનારાના અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં તો દુકાળની પરિસ્થીતી દર બે વર્ષે એકવખત સર્જાવા લાગશે.

પૃથ્વીનું તાપમાન વધવાથી ભયંકર સમુદ્રી તોફાનોનો ખતરો વધી જશે. જે મોટો વિનાશ વેરશે. આવા તોફાનો વારંવાર અને ખતરનાક સ્વરૂપે આવશે. બંન્ને ધ્રુવો પરનો બરફ પીગળતા સમુદ્રનું સ્તર વધશે. સાથે સમુદ્રની લહેરોની ઝડપ અને તાકાત પણ વધશે. પરિણામ આવશે કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં જીવાન અશક્ય બની જશે, કેમ કે સમુદ્રની લહેરોના કારણે કિનારાના વિસ્તારોમાં પુરનો ખતરો વધશે. સ્થિતીથી ખેતી પણ બચી નહી શકે. ખાદ્ય પાકો પર અસર થતા ઉત્પાદન ઘટશે. વધુ ગરમી, વધુ વરસાદ અને દુકાળની પરિસ્થીતી પોકોને બરબાદ કરવા લાગશે. અસરતો માત્ર પૃથ્વીના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થશે તો પણ દેખાવા લાગશે.

પૃથ્વી પર તાપમાન વધાતા વૃક્ષો અને પ્રજાતિઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે. તેમજ મનુષ્ય સહિત અન્ય જનજીવન પણ વધતા જતા તાપમાન સાથે સમાયોજન નહી સાધી શકે. જો આત્યારે છે તે તાપમાનમાં વધારો નહી થાય તો પણ 2100 સુધીમાં આવી સ્થિતી ચોક્કસ સર્જાશે. આમાના મોટાભાગના પરિવર્તનો તો 21મી સદીના મધ્યથી દેખાવાના શરૂ થઈ જશે. તેમ છતાં નહી ચેતો અને તાપમાનમાં વધારો તે બાદ પણ ચાલુ રહેશે, તો શરૂ થશે પૃથ્વીના વિનાસલીલાની પ્રક્રિયા. અનેક નાના-મોટા ટાપુઓ સમુદ્રમાં ગરકાવ થઈ જશે. પૃથ્વી પરના જંગલોમાં ભયનાક આગ ભડકવા લાગશે. બધુ વધશે, રીતે વધશે, જાણે જાનવર પોતાના શિકારને ધીરે ધીરે મોઢામાં ગળતુ જાય છે.

Comments