ગુજરાતની જીવાદોરી માં નર્મદાની જ્યંતિ..


નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે. માન્યતા છે કે સ્વયંમ સિધ્ધીદાયીની માઁ નર્મદા મૈયા મહાસૂદ સાતમનાં દિને પૃથ્વી પર પ્રગટ થયાં. એટલે મહા મહિનાની સુદ સાતમને નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નર્મદા ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. જેનું વર્ણન રામાયણ, મહાભારત વગેરે ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. અહીં રજુ કરવામાં આવી છે નર્મદા નદીના ઉદ્ધભવની વિવિધ ધાર્મિક કથાઓ....

ભગવાન શંકરના પરસેવાના ટીપામાથી જન્મેલ બાલિકા નર્મદા
એકવાર ભગવાન શંકર લોક કલ્યાણ માટે તપ કરવા મૈકાલ પર્વત પર ગયા. ત્યાં તેમના પરસેવાના ટીંપાંમાંથી એક કુંડનું નિર્માણ થયું. આ જ કુંડમાંથી એક બાલિકા ઉપ્તન્ન થઈ. જે શાંકરી કે નર્મદા તરીકે ઓળખાઇ. શિવના આદેશ અનુસાર તે નદી સ્વરૂપે તે દેશના મોટા વિસ્તારમાં કલરવ (રવ) કરતી પ્રવાહિત થવા લાગી. રવ કરવાના કારણે તેનું એક નામ રેવા પણ છે. મૈકાલ પર્વત પરથી ઉત્પન્ન થવાના કારણે તે મૈકાલ સુતા તરીકે પણ ઓળખાઇ.



રાજા હિરણ્યતેજાના તપથી નર્મદાનું પ્રાગટ્ય થયુ
અન્ય એક કથા મુજબ ચંદ્રવંશના રાજા હિરણ્યતેજાને પિતૃઓનું તર્પણ કરતી વખતે અનુભવાયું કે, તેમના પિતૃ અતૃપ્ત છે. તેમણે ભગવાન શિવની તપસ્યા કરી અને તેમના વરદાન સ્વરૂપે નર્મદાને પૃથ્વી પર અવતરિત કરાવી. ભગવાન શિવએ મહા મહિનાની સાતમા દિવસે નર્મદાને લોક કલ્યાણ માટે જળા સ્વરૂપે પ્રવાહિત રહેવાનો આદેશ આપ્યો હતો. નર્મદા દ્વારા વરદાન માંગવા પર ભગવાન શિવે નર્મદાના દરેક પત્થરને શિવલિંગ સદ્રશ્ય પૂજવા આશીર્વાદ આપ્યો અને આ વરદાન પણ આપ્યું કે, તારાં દર્શન માત્ર જ માણસને પુણ્ય મળશે. આ દિવસને નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.


અમરકંટકથી પ્રકટથી શરૂ થાય છે નર્મદાની સફર
અમરકંટકથી પ્રકટ થઈને લગભગ 1200 કિમીનું અંતર કાપી નર્મદા ગુજરાતના ખંભાતમાં અરબ સાગરને મળે છે. વિધ્યાંચલ પર્વત શ્રેણીથી પ્રગટ થઈને દેશના હ્રદય ક્ષેત્ર મધ્ય પ્રદેશમાં પ્રવાહિત થાય છે. નર્મદાના જળથી સૌથી વધારે ફયાદો મધ્ય પ્રદેશને મળે છે. નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને ડેલ્ટાઓનું નિર્માણ નથી કરતી. તેની ઘણી સહાયક નદીઓ પણ છે.



પુરાણોમાં પણ છે નર્મદા નદીનો ઉલ્લેખ
સ્કંદ પુરાણ અનુસાર, નર્મદા પ્રલય કાળમાં પણ હતી અને મત્સ્ય પુરાણ અનુસાર નર્મદાનાં દર્શન માત્રથી પવિત્રતા આવી જાય છે. તેની ગણના દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓમાં થાય છે. ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદાને રૂગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ બરાબર ગણવામાં આવે છે. મહર્ષિ માર્કળ્ડેયના જણાવ્યા અનુસાર, તેના બંને તટ પર 60 લાખ, 60 હજાર તીર્થ છે અને તેનો દરેક કણ ભગવાન શંકરનું રૂપ છે. તેમાં સ્નાન, આચમન કરવાથી પુણ્ય મળે છે અને દર્શન માત્રથી પણ પુણ્ય મળે છે.



પરિક્રમા થતી હોય તેવી નર્મદા દુનિયાની એકમાત્ર નદી
આ વિશ્વની એકમાત્ર એવી નદી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે, કારણકે તેના દરેક ઘાટ પર પવિત્રતાનો વાસ છે અને અને તેના ઘાટો પર મહર્ષિ માર્કળ્ડેય, અગત્સ્ય, મહર્ષિ કપિલ અને ઘણા ઋષિઓ-મુનીઓએ તપસ્યા કરી છે. શંકરાચાર્યે પણ તેની મહિમાનાં ગુણગાન કર્યાં છે. માન્યતા અનુસાર તેના ઘાટ પર જ આદિ ગુરૂ શંકરાચાર્યે મંડન મિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા હતા.


નર્મદા નદીના તટ પરર છે 12  જ્યોતિર્લિગ
12 જ્યોતિર્લિંગમાંથી એક ઓંકારેશ્વર તેના તટ પર જ છે. આ સિવાય ભૃગુક્ષેત્ર, શંખોદ્વાર, કોટીશ્વર, બ્રહ્મતીર્થ, ભાસ્કરતીર્થ, ગૌતમેશ્વર. ચંદ્ર દ્વારા તપસ્યા કરવાથી સોમેશ્વર તીર્થ વગેરે 55 તીર્થ પણ નર્મદાના વિવિધ ઘાટો પર છે. વર્તમાન સમયમાં તો ઘણાં તીર્થ ગુપ્ત રૂપે છે.

Comments