રાહુલ કોંગ્રેસના અધ્યક્ષ તો બનશે, પણ આ પડકારોનો સામનો કરી શકશે?

- મહેશ ચૌધરી, અણહિલપુર


- મહેશ ચૌધરી, અણહિલપુર

રાહુલ ગાંધી વહેલા કે મોડા કોંગ્રેસ અધ્યક્ષ બનવાના જ હતા. તે હું અને તમે બધા જ જાણતા હતા. જો કે સારુ થયુ સત્તાવાર રીતે રાહુલ ગાંધીની તાજપોશીની તારીખ પણ જાહેર થઈ ગઈ. પાર્ટી તરફથી જાહેર કરેલ કાર્યક્રમ મુજબ 11 અથવા 19 નવેમ્બરે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. આમ તો 47 વર્ષિય રાહુલ ગાંધી સર્વસંતીથી બીનહરીફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે નક્કી જ છે. પરંતુ એક બાદ એક ચુંટણીમાં હારનો સામનો કરી રહેલ પાર્ટીને ફરીથી બેઠી કરવા રાહુલ ગાંધીનાં માર્ગમાં પડકારો પણ ઓછા નથી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં ચરમસીમા પર છે. તેમજ તેમના નેતૃત્વમાં ભાજપ એકબાદ એક સફળતાના ઝંડા લહેરાવી રહી છે. જો કે અત્યારે નવા અધ્યક્ષ બનવા જઈ રહેલ રાહુલ સામે મુખ્ય ત્રણ પડકારો છે..

- કોંગ્રેસનું નવુ નેતૃત્વ તૈયાર કરવુ
કોંગ્રેસના સીનિયર નેતા મણિશંકાર અય્યરે તાજેતરમાં જ પાર્ટીના અધ્યક્ષ પદને લઈને જણાવ્યુ હતુ કે માત્ર બે નેતાઓ જ પ્રમુખ બની શકે તેમ છે, માં અને પુત્ર્
તેમનું આ નિવેદન એ વાતનો સંકેત હતો કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નવા નેતૃત્વને લઈને સંતુષ્ઠ નથી. આ નિવેદન એ વાતનું પણ સંકેત હતુ કે ગાંધી પરિવારના જુના વફાદાર નેતાઓને ભવિષ્યમાં કોંગ્રેસમાં ખાસ મહત્વ આપવામાં આવશે નહી. સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ભુમિકામાં થયેલ વધારાથી પણ એવા સંકેત મળી રહ્યા છે કે સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર નેતાઓને રાહુલની ટીમમાં ખાસ સ્થાન મળવાનું નથી.

- કોંગ્રેસ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવો પડશે
આ વાત આમ તો કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે પાર્ટીનું જુનુ નેતૃત્વ આજે પણ દાયકાઓ જુના રાજકારણથી ઉપર ઉઠીને કંઈ વિચારી શકતુ નથી. ત્યારે નવા સલાહકારો રાહુલ ગાંધીને વર્તમાન પેઢી સાથે જોડાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે રાહુલ માટે જુના ચહેરાઓને નજરાંદાજ કરીને નવા લોકોને તક આપવી અનેક પડકારોથી ભરેલ નિર્ણય હશે. રાહુલની નજીક એવા ઘણા નેતાઓ છે કે જેનો કોઈ જનાધાર નથી. તેમ છતાં નવા વિચારો ધરાવતા નવા નેતાઓ કોંગ્રેસના ભવિષ્યનો માર્ગ તૈયાર કરી શકે છે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આગમને કોંગ્રેસની દાયકાઓ જુની જ્ઞાતિ અને ધર્મ આધારી ચુંટણી રણનિતીને તોડી પાડી છે. આજ જુની રણનિતીના કારણે કોંગ્રેસ મોદીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે, તેમજ જો આ જ રણનિતીને લઈને આગળ વધતી રહેશે તો કોંગ્રેસ ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો સામનો કરી પણ શકવાની નથી. જો કે નવી રણનિતીના સહારે રાહુલ ગાંધીએ તાજેતરના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો સફળ પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ હજી કોંગ્રેસ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવા માટે રાહુલ ગાંધીએ ઘણી મહેનત કરવી પડે તેમ છે. જો કે મોદી સરકારની આર્થિક નિષ્ફળતા પર સતત પ્રહાર કરવો અને મંદિરમાં દર્શન કરવા જવુ એ કોંગ્રેસની રણનીતિમાં પરિવર્તનના શુભ સંકેત છે.

-ગાંધી પરિવારની ઈમેજમાંથી બહાર નિકળવુ પડશે..
રાહુલ ગાંધીને લોકો તો ઠીક ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જવાહરલાલ નહેરુના વારસદાર તરીકે ઓળખાવે છે. જેના કારણે હજી સુધી તેઓ પોતાના પ્રનાનાની સમાજવાદી વિચારધારાના બોજ નીચે દબાયેલ લાગે છે. જો કે આધુનિક મતદારોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમણે તેમને ગાંધી પરિવારની છબીમાંથી બહાર નીકળવુ પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો સાથે સીધો સંવાદ કરવા માટે ઓળખાય છે, ત્યારે રાહુલે પણ પોતાનો માર્ગ શોધવો પડશે..

Comments