આ છે કોંગ્રેસના નવા ચાણક્યા, બનાવી રહ્યા છે તમામ યોજના



હિંદુત્વની પ્રયોગશાળા, ભાજપનો ગઢ આવા અનેક શબ્દો છેલ્લા બે દાયકામાં ગુજરાત માટે સાંભળ્યા હશે. શબ્દો પણ સાચા છે, કારણ કે ગુજરાતમાં ભાજપનું છેલ્લા બે દાયકાથી એકચક્રી સાશન રહ્યું છે. આ સમયમાં ભાજપે જે કંઈ પ્રયોગો કર્યા તે સફળ રહ્યા. જે લક્ષ્યાંક નક્કી કર્યા તે પાર પડ્યા. પરંતુ હવે પ્રથમ વખત ગુજરાતની રાજકીય રણભૂમી પર ભાજપને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી પડકાર મળી રહ્યો છે. જંગમાં રાહુલના હથિયાર બન્યા છે જાતીય સમીકરણો અને સોફ્ટ હિંદુત્વ. રાહુલની સક્રિયતાએ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વેંટિલેટર પડેલ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકી દીધા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ઉત્સાહ અને જોશથી ભરેલા છે. જો કે જે રાજકીય દાવપેંચની મદદથી રાહુલ ગુજરાતની રણભૂમિમાં સરસાઈ મેળવી રહ્યા છે તેની પાછળ અન્ય કોઈનું દિમાગ ચાલી રહ્યુ છે. જેમને કોંગ્રેસના નવા ચાણક્ય તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પાસે ગુજરાતમાં નેતાઓની કમી નથી. અહમદ પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ જેવા પીઢ નેતાઓની લાંબી કતાર છે. પરંતુ નેતાઓની તાકાત પોતાની બેઠક બચાવવા પુરતી મર્યાદીત છે. આવી સ્થિતીમાં ગુજરાતમાં કોંગ્રેસના માર્ગદર્શની ભુમિકામાં કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. ગહેલોત છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પડ્યાને પાથર્યા રહે છે. અહીં તેમણે કોંગ્રેસના પક્ષ માહોલ તૈયાર કરવા માટે એવો રોડ-મેપ તૈયાર કર્યો છે, જે ચુંટણી પ્રચારમાં ભાજપ સામે કોંગ્રેસને સરસાઈ અપાવી રહ્યો છે.

ગુજરાતમાં ભાજપે જાતિ પર ધર્મનો રંગ ચડાવીને પોતાનો પાયો મજબુત કર્યો, તેમજ પાંચ ચુંટણીમાં જીત મેળવી. મોદીએ ટ્રમ્પ કાર્ડની મદદથી કોંગ્રેસને હાંસીયામાં ધકેલી દીધી હતી. પરંતુ અશોક ગહેલોતે ગુજરાતમાં ભાજપને સત્તામાંથી દુર કરવા માટે ફરીથી ધર્મ પર જાતિવાદી રાજકારણે હાવી કરી દીધુ છે. એટલે કે હિંદુ કાર્ડનો જવાબ કોંગ્રેસ જાતિકાર્ડની આપી રહી છે. ભાજપની મુશ્કેલીએ છે કે જાતિવાદી રાજકારણ તેમને માફક નથી આવતુ. બિહાર વિધાનસભાની ચુંટણી તેનુ તાજુ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે જાતિકાર્ડ રમતા ભાજપ ચિંતીત બન્યુ છે

ગુજરાતમાં ભાજપને ઘેરવા માટે ગહેલોતે નોટબંધી, જીએસટી, પાટીદારોની નારાજગી જેવા મુદ્દાઓને પણ જોરસોરથી ઉછાળ્યા છે. જે અત્યાર સુધી સફળ પણ રહ્યા છે. દુરદર્શીતાનો અભાવ ધરાવતા ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે આંખ મીચીને ગહેલોતના દરેક પ્લાનનો અમલ કરી રહ્યા છે. ગહેલોતે 135 એવી બેઠકો પસંદ કરી છે, જ્યાં મહેનત કરે તો કોંગ્રેસ જીતી શકે છે. તેઓ ભાજપ જે બેઠકો પર મજબુત છે ત્યાં એનર્જી વેસ્ટ નથી કરવા માંગતા. સાથે કોંગ્રેસનો હિંદુ વિરોધી તરીકેનો ચહેરો પણ બદલાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી ગુજરાત યાત્રા દરમીયાન દરેક પ્રસિદ્ધ મંદિતોમાં જઈને દર્શન-પુજા-અર્ચન કરી રહ્યા છે. રાહુલે દ્વારકા, ચોટીલા, અક્ષરધામ, શામળાજી, અંબાજી, શંખેશ્વર, બેચરાજી જેવા પ્રસિદ્ધ મંદિરો સહિત અનેક નાના-મોટા મંદિરોની મુલાકાત લીધી છે. જેનાથી ભાજપ બેચેની અનુભવી રહ્યુ છે.

Comments